GPSC Recruitment 2024: ગુજરાત રાજ્ય બીજ નિગમમાં ભરતી જાહેર, 40 હજાર સુધી પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 41 ખાલી જગ્યાઓ ઉપર વર્ગ-2 બીજ અધિકારી પોસ્ટ માટે ભરતી જાહેર થઇ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. તમે અન્ય મહિતી જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી વગેરેની માહિતી આગળ લેખમાં આપેલ છે.

GPSC Recruitment 2024: ગુજરાત રાજ્ય બીજ નિગમમાં ભરતી જાહેર

સંસ્થા નામગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC )
પોસ્ટનું નામવર્ગ-2 બીજ અધિકારી
કુલ જગ્યાઓ41
જોબ લોકેશનઈન્ડિયા
અરજી કરવાની છેલ્લી તારીખ22 જુલાઈ 2024
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ

કેટેગરીખાલી જગ્યાઓ
જનરલ12
આ.ન. વર્ગ08
સા. શૈક્ષણિક પછાત વર્ગ12
અનુ. જાતિ02
અનુ.જન જાતિ07
મહિલાઓ માટે અનામત જગ્યાઓ10
દિવ્યાંગ માટે અનામત જગ્યાઓ03
માજી સૈનિક માટે અનામત જગ્યાઓ01
કુલ ખાલી જગ્યાઓ41

શૈક્ષણિક લાયકાત – Education Qualification for GPSC Recruitment 2024

GPSC દ્વારા બહાર પાડેલી ભરતીના નોટિફિકેશન પ્રમાણે કૂલ 172 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતો છે. સામાન્ય રીતે, અરજદારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. જોકે અરજદારોની અનુભવ અંગેની માંગ કરાઈ છે. જેતે પોસ્ટ માટે અનુભવ વિશે વધારે જાણવા માટે ઉમેદવારે આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા – Age Limit for GPSC Recruitment 2024

  • બીજ અધિકારી બનવા ઇચ્છતા ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
  • અનામત કક્ષાના ઉમેદવારોને ધારા ધોરણ મુજબ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે.
  • ઉંમર ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
  • મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) વધારાની છૂટ મળશે.
  • આર્થિક રીતે નબળા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારોને 10 વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદા સુધી) સુધી છૂટ મળવાપાત્ર છે.
  • સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) છૂટ મળવાપાત્ર છે.
  • માજી સૈનિકો, ઇસીઓ, એસ.સી.ઓ સહિતના ઉમેદવારોને સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા ત્રણ વર્ષની છુટ મળવાપાત્ર છે.
  • દિવ્યાંગ ઉમેદવારોને વધુમાં વધુ 10 વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) છૂટ આપવામાં આવશે.

અરજી ફી – Application Fee for GPSC Recruitment 2024

બિન અનામત વર્ગના ઉમેદાવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ 22/07/2024 સુધીમા જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકાશે અને ઓનલાઇન રાત્રીના 11:59 સુધી ભરી શકાશે.

  • બિન અનામત વર્ગના ઉમેદાવારો માટે: 100/- રુપિયા + પોસ્ટલ ચાર્જ તથા ઓનલાઇન ભરે તો 100/- રુપિયા + સર્વિસ ચાર્જ ભરવાના રહેશે.

પગાર ધોરણ

  • ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ હસ્તકની કચેરીઓમાં બીજ અધિકારી વર્ગ-2 માટે 39,900-1,26,600 લેવલ 7 પગાર ધોરણ પર ભરતી કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી – How to Apply in GPSC Recruitment 2024

  • સૌ પ્રથમ https://gpsc.gujarat.gov.in/ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • Latest Updates પર ક્લિક કારો
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો
  • ફોટો અને સહી સહિતની આપવામાં આવેલ વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ત્યારબાદ યાદી માટે એપ્લિકેશન ફૉર્મની પ્રિન્ટ કાઢવી લેવી.

મહત્વની લિંક – Important Link for GPSC Recruitment 2024

મહત્વની તારીખ – Important Date for GPSC Recruitment 2024

ઓનલાઇન અરજી કરવાની શરુઆત: 08/07/2024
અરજી કરવાની છેલ્લી તારીખ: 22/07/2024
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ: 22/07/2024 (રાત્રીના 11:59 સુધી)
પરિક્ષાની સંભવિત તારીખઓક્ટોબર નવેમ્બર 2024
રીજલ્ટ જાહેર થવાની સંભવિત તારીખજાન્યુઆરી 2025

Leave a Comment

Join WhatsApp Group!