Gujarat Shikshan Vibhag Bharti: ગુજરાત સરકારે શિક્ષકોની 24,700 જગ્યાઓનુ ભરતી કેલેંન્ડર જાહેર, જાણો ક્યારે ભરતી થશે જાહેર

Gujarat Shikshan Vibhag Bharti: નમશ્કાર મિત્રો, જો તમે TET-TAT પાસ કરેલ ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે રાજ્ય સરકાર કુલ 24,700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી જાહેર કરશે. શૈક્ષણિક વર્ષ: 2024-25માં રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડરને જાહેર કરવામાં આવ્યુ છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્ત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.

ક્યારે કઇ ભરતીની જાહેરાત થશે – Gujarat Shikshan Vibhag Bharti

ભરતીજગ્યાઓજાહેરાત તારીખ
આચાર્ય120001/08/2024
જૂના શિક્ષક220001/08/2024
TAT(HS)400001/09/2024
TAT(S)350001/10/2024
TET-27,00001/11/2024
TET-2 (અન્ય માધ્યમ)60001/11/2024
TET-15,00001/12/2024
TET-1(અન્ય માધ્યમ)1,20001/12/2024
કુલ24,700

આચાર્યની ભરતી માટે સંભવિત ભરતીની તારીખ

Gujarat Shikshan Vibhag Bharti: ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની 01/08/2024 રહેશે.

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે સંભવિત ભરતીની તારીખ

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની 01/09/2024 રહેશે.

માધ્યમિક શિક્ષણ સહાયક સંભવિત ભરતીની તારીખ

Gujarat Shikshan Vibhag Bharti: આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

TET-2 પાસ ઉમેદવારો માટે સંભવિત ભરતીની તારીખ

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.

TET-1 પાસ ઉમેદવારો માટે સંભવિત ભરતીની તારીખ

આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.

Leave a Comment

Join WhatsApp Group!