Manav Kalyan Yojana 2024: દૂધ દહીં વેચનાર ને મળશે 10,700 ની સહાય, જાણો કેવી રીતે અરજી કરશો

Manav Kalyan Yojana 2024: કુટિર અને ગ્રામોધોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સાધન/ઓજાર સહાય આપવાની યોજના દ્વારા ઈ કુટીર પોર્ટલ પર ઓફિસિયલ જાહેરાત બહાર પાડી છે. આ યોજના હેઠળ દૂધ દહીં વેચનારને સહાય આપવામાં આવશે જેના વીશે વિગતવાર માહિતી મેળવીશુ.

આ લેખમાં, અમે તમને માત્ર Manav Kalyan Yojana 2024 વિશે જણાવીશું નહીં, પરંતુ અમે તમને આ યોજના માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને યોગ્યતાઓ વિશે પણ જણાવીશું

Manav Kalyan Yojana 2024

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2024
વિભાગનું નામકુટિર અને ગ્રામોધોગ કચેરી ગાંધીનગર
મળવા પાત્ર સહાયદૂધ દહીં વેચનાર 10,700/- ની સહાય મળશે
અરજી ફોર્મ શરુ03 જુલાઈ 2024
આવક મર્યાદારૂ.૬,૦૦,૦૦૦/- સુધી
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in/

Manav Kalyan Yojana 2024

આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટેની અગાઉની સ્‍વરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દુધ દહી વેચનારને 10,700/- રુપિયાની સહાય આપવામાં આવશે/.

યોજનાની પાત્રતા

માનવ કલ્યાણ યોજનાઓના લાભ લેવા માટે નાગરિકોને ખાસ પાત્રતા માપદંડો પૂર્ણ કરવા પડે છે. આ પાત્રતા માપદંડો યોજનાના પ્રકાર અને હેતુ અનુસાર ભિન્ન હોઈ શકે છે. નીચે કેટલાક મુખ્ય પાત્રતા માપદંડો છે નીચે મુજબ આપેલ છે.

  • અરજદારની વય 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • અરજદાર BPL કાર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી હોવી જોઇએ

કેટલી સહાય મળશે?

સમાજના જુદા-જુદા વર્ગો માટે કુલ–28 પ્રકારના વ્યવસાય માટે અરજદારોને Manav Kalyan Yojana 2024 યોજના હેઠળ સાધન સહાય ટુલ કીટના સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં દુધ દહી વેચનારને કુલ 10,700/- રુપિયાની સહાય આપવામાં આવશે.

જરુરી દસ્તાવેજ – Important Document of Manav Kalyan Yojana 2024

  • અરજદારનું આધાર કાર્ડ
  • BPL રેશન કાર્ડની નકલ
  • વાર્ષિક આવકનો દાખલો
  • ઉંમર અંગેનો પુરાવો.
  • રહેઠાણનો પુરાવો( લાઈટબીલ, લાઈસન્સ, ચુંટણીકાર્ડ)
  • જાતિનો દાખલો.
  • જો કોઈ વ્યવસાઈક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર.
  • એકારનામુ.
  • અભ્યાસનો પુરાવો.
  • સ્વઘોષણાપત્ર.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

કેવી રીતે અરજી કરવી? – How to Apply in Manav Kalyan Yojana 2024

  • અરજદારે સો પ્રથમ માનવ કલ્યાણ યોજનાની ઓફિસિયલ વેબસાઇટ e-Kutir Portal પર જવાનુ રહેશે.
  • અરજદારે જો પહેલા રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો, હોમ પેજમાં આપેલ ‘‘ New Individual Registration “ ઓપ્સન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ e-Kutir Portal Gujarat Online Registration બોક્સ ખુલશે.
  • જેમાં ફોર્મમાં આપેલ તમામ માહિતી ભરો અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુર્ણ થયા પછી તમારા મોબાઈલ નંબર પર Usar Id અને પાસવર્ડ SMS દ્વારા મોકલવામાં આવે છે.
  • અરજદારે મોબાઈલમાં મળેલ Usar Id અને Password વડે e-Kutir Portal પર લોગીન કરવાનું રહેશે.
  • જેથી Profile Page ખુલશે. જેમાં માંગ્યા મુજબની તમામ માહિતી ભરી અને ચકાસીને Update કરવાનું રહેશે.
  • ત્યાર બાદના પેજમાં જુદી-જુદી યોજનાઓ બતાવશે. આપને તેમાંથી ‘‘માનવ કલ્યાણ યોજના’’ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદના પેજમાં ખુલેલ માનવ કલ્યાણ યોજના વિશેની સામાન્ય માહિતી વાંચીને OK પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ‘‘અરજદાર વિગતો’’ નું પેજ ખુલશે. જેમાં અરજદારે પોતાને લગતી માહિતી ભરીને અને તેની ચકાસણી કરીને Save & Next પર ક્લિક કરવાનું રહે.
  • ત્યાર બાદ ના નવા પેજમાં અરજદારે પોતાના ડોક્યુમેન્ટ Scan કરીને અપલોડ કરવાના રહેશે. જેમાં અરજદારનું રેશનકાર્ડ, આધારકાર્ડ, BPL અરજદાર બાબતે દસ્તાવેજ, વ્યવસાયને લગતા ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે.
  • ત્યાર બાદના આગળ સ્ટેેપમાં Application સબમીટ કરવાથી અરજી નંબર અપડેટ થશે. જે સાચવી રાખવાનો રહેશે. આમ તમારી ઓનલાઇન અરજી પ્રક્રિયા પુર્ણ થશે.

મહત્વની લિંક

હેલ્પ લાઇન નંબર

માનવ કલ્યાણ યોજનાનું સંચાલન કરતા આપના જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રોના સરનામા અને સંપર્ક નંબર આપવામાં આવેલ છે. જેથી આપ આ યોજના અંગે કોઈપણ પ્રશ્ન હોય તો સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકો છો.

Leave a Comment

Join WhatsApp Group!