Vahli Dikri Yojana 2024: દીકરીઓને મળશે 1,10,000/- રુપિયાની સહાય મળશે, જાણો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરશો?

Vahli Dikri Yojana 2024: નમસ્કાર મિત્રો, વ્હાલી દીકરી યોજના 2024 એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો સુકન્યા સમૃદ્ધિ યોજના એવી વિવિધ યોજનાઓ બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજના અમલમાં છે અને ચાલી રહી છે. તેમાં પણ Women and child development department of Gujarat તેમાં પણ ઘણી યોજના હાલમાં ચાલી રહી છે. જેમકે સિલાઈ મશીન યોજના મહિલા સ્વાવલંબન યોજના વિધવા પુનઃલગ્ન યોજના મહિલાઓને બાળકો પોતાની વિકાસ કરી શકે તે માટે સમાજમાં ઘણી બધી યોજનાઓ સારી અને ઉપયોગી છે. તેમજ એક વ્હાલી દિકરી યોજના છે જેમાં દીકરીને ત્રણ હપ્તામાં 110,000 ની સહાય આપવામાં આવે છે.

Vahli Dikri Yojana 2024 – વ્હાલી દીકરી યોજના 2024

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના 2024 (Vahli Dikri Yojana 2024)
યોજનાની શરુઆત2019માં થઇ હતી
ઉદ્દેશ્યકન્યાઓના જન્મ, શિક્ષણ અને આરોગ્યમાં સુધારો.
ઓફિસિયલ વેબસાઇટwww.wcd.gujrat.gov.in

વ્હાલી દીકરી યોજનાનો હેતુ Vahli Dikri Yojana 2024

Vahli Dikri Yojana 2024: વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ કન્યાઓના જન્મને પ્રોત્સાહન આપવો, તેમની શૈક્ષણિક પ્રગતિને સુનિશ્ચિત કરવી અને સામાજિક તેમજ આર્થિક સુરક્ષા પૂરી પાડવી છે. આ યોજનાની મુખ્ય હેતુઓ નીચે મુજબ છે:

 • કન્યાઓના જન્મને પ્રોત્સાહન આપવું: આ યોજના કન્યાઓના જન્મને વધારવા માટે, તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે અને તેમને આર્થિક સહાયતા આપવા માટે શરૂ કરવામાં આવી હતી.
 • કન્યાઓના શિક્ષણમાં વધારો: આર્થિક રીતે નબળા પરિવારોની કન્યાઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવી.
 • કન્યાઓની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવી.
 • સગાઈ અને બાળલગ્ન થતા અટકાવવા.
 • કન્યાઓની આર્થિક સુરક્ષા:
  • કન્યાઓને લાંબા ગાળે આર્થિક સુરક્ષા પૂરી પાડવી.
  • 18 વર્ષની ઉંમરે આર્થિક સહાયના માધ્યમથી તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવો.

વ્હાલી દીકરી યોજના 2024 કન્યાઓના જીવન સ્તરમાં સુધારો લાવવાના હેતુ સાથે, સમાજમાં વ્યાપક ફેરફારો લાવવા માટે પ્રયત્નશીલ છે. આ યોજના કન્યાઓના આરોગ્ય, શિક્ષણ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે, અને તેમના સર્વાંગી વિકાસ માટે માતા-પિતાને મજબૂત આધાર પૂરો પાડી રહી છે.

વ્હાલી દીકરી યોજનામાં લાભ લેવા માટેની પાત્રતા – Vahli Dikri Yojana 2024 Eligibility

આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. જેની માહિતી મુદા પ્રમાણે નિચે આપેલ છે.

 • માતા-પિતા ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
 • યોજના ફક્ત બે દીકરીઓ સુધી મર્યાદિત.
 • આ યોજનાનો લાભ જે દીકરીની જન્મ તારીખ 02/08/2019 પછી ની હોય તો તેને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
 • માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 2 લાખથી ઓછી હોવી જોઈએ.
 • બીપીએલ કાર્ડ ધારક આ યોજના માટે યોગ્યતા ધરાવે છે.
 • જે દીકરી ના માતા પિતા ના હોય તે દીકરીના ભાઈ બહેન દાદા અને દાદી એ ગાર્ડીયન તરીકે દીકરી માટે આ યોજના માટે આવેદન કરી શકે છે.

આ પાત્રતા માપદંડોને પૂર્ણ કરીને, વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે માતા-પિતા અરજી કરી શકે છે.

વ્હાલી દીકરી યોજનામાં કેટલી સહાય મળશેVahli Dikri Yojana 2024

વ્હાલી દીકરી યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં સહાય મળશે. જેની વિગત વાર માહિતી નીચે આપેલ છે.

 • પ્રથમ હપ્તો: પ્રથમ હપ્તા મા લાભાર્થી દીકરીને તેની પ્રાથમિક શાળામાં 1 ધોરણમાં પ્રવેશ કરે ત્યારે દીકરીને 4000 રૂપિયા મળે છે.
 • બીજો હપ્તો: બીજા હપ્તામાં માધ્યમિક શાળામાં ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે 6000 રૂપિયા મળે છે.
 • ત્રીજો હપ્તો: ત્રીજા હપ્તામાં દીકરી લાભાર્થીને 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે અથવા લગ્ન માટે 1 લાખ રૂપિયા મળે છે.

વધુમાં બે હપ્તા લીધા પછી દીકરી નું મૃત્યુ થઈ જાય તો ત્રીજો હપ્તો દીકરીને મળવા પાત્ર રહેશે નહીં.

વ્હાલી દીકરી યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજ – Document Required Vahli Dikri Yojana 2024

Vahli Dikri Yojana 2024: આ યોજનામાં લાભ લેવા માટે અરજી કરવા કેટલાક દસ્તાવેજોની જરુર પડશે જેની માહિતી નિચે મુજબ આપેલ છે.

 • જન્મ દાખલો: બાળકીનો જન્મ પ્રમાણપત્ર
 • માતાપિતાનું ઓળખપત્ર: આધાર કાર્ડ (માતા અને પિતા બન્ને)
 • માતાપિતાની આવકનો પુરાવો: આવક પ્રમાણપત્ર (તાલુકા ઓફિસ દ્વારા જારી કરાયેલ)
 • રહેણાંક પુરાવો: રેશન કાર્ડ અથવા લાઈટ બિલ
 • બેન્ક એકાઉન્ટ વિગતો: બાળકીના નામે ખાતું (જોઈન્ટ એકાઉન્ટ પણ ચાલે) જેમાં બૅન્ક પાસબુકની નકલની જરુર પડશે
 • અરજી ફોર્મ: વ્હાલી દીકરી યોજના માટેનું પૂર્ણ ભરેલું અરજી ફોર્મ

આ દસ્તાવેજો રજૂ કરીને યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકાય છે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા કેવી રીતે અરજી કરવી? – How to Apply Online Vahli Dikri Yojana 2024

Vahli Dikri Yojana 2024 માં અરજી કરવા માટે નિચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે જે અનુસરી અરજી કરી શકો છો.

 • સૌ પ્રથમ ઉપર આપેલ દસ્તાવેજોને તૈયાર કરો.
 • જો તમે ગ્રામ્ય વિસ્તાર ના રહેવાસી હોય તો તમારે VCE ની મુલાકાત લેવી જોઈએ.
 • જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારમાં રહેતી હોય તો મામલતદાર કચેરીના તાલુકા ઓપરેટર પાસે જવાનું રહેશે.
 • લાભાર્થી દીકરીના માતા અથવા પિતા દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરી આપવાનું રહેશે તેમજ તમામ દસ્તાવેજો ફોર્મ સાથે જોડવાના રહેશે.
 • ભરેલું ફોર્મ અને સાથેના દસ્તાવેજો નિકટની ગ્રામ્ય VCE અથવા મામલતદાર કચેરી કચેરીમાં રજૂ કરો.
 • અધિકારી દ્રારા ચકાસણી કરવામાં આવશે.
 • ત્યારબાદ ગ્રામ્ય વીસીઈ અથવા તાલુકા ઓપરેટર તેમની સિસ્ટમમાં લોગીન કરીને અરજી કરી આપશે.
 • અંતમાં ફોર્મ ભરાઈ ગયા બાદ અને ઓનલાઇન અરજી કર્યા બાદ વીસીઈ અથવા તાલુકા ઓપરેટર દ્વારા ફોર્મ ભર્યાની રીસીપ્ટ આપશે. આ રીસીપ્ટ સાચવીને રાખવી.

આ રીતે, તમે Vahli Dikri Yojana 2024 નો લાભ મેળવી શકો છો અને કન્યાઓના જન્મ, શિક્ષણ અને વિકાસ માટે સરકારની આ સહાયનો લાભ લઈ શકો છો.

વ્હાલી દીકરી યોજના વીશે જાણકારી માટે હેલ્પલાઇન નંબર

વ્હાલી દીકરી યોજનાના લાભો માટે વધુ માહિતી મેળવવા અથવા મદદની જરૂર હોય, તો નીચેના સંપર્ક વિગતોનો ઉપયોગ કરી શકાય છે:

નિચેની સરકારી કચેરીઓમાથી વ્હાલી દીકરી યોજના વીશે માહિતી મળી રહેશે.

 • મહિલા અને બાળ વિકાસ વિભાગ: મહિલા અને બાળ વિકાસ વિભાગ, સરકારી કચેરી, ગુજરાત
 • સ્થાનિક આંગણવાડી કેન્દ્ર: તમારા નજીકના આંગણવાડી કાર્યકર્તા સાથે સંપર્ક કરો.
 • મ્યુનિસિપલ કચેરી: તમારા વિસ્તારની મ્યુનિસિપલ કચેરીમાં મુલાકાત લો.

વ્હાલી દીકરી યોજના 2024 હેલ્પ લાઇન નંબર

 • 079-232-57942
 • સમગ્ર ગુજરાત માટે: 1800-233-5500 (ટોલ ફ્રી)
 • જિલ્લા હેલ્પલાઈન: જુદા જુદા જિલ્લાઓ માટે અલગ નંબર હોઈ શકે છે, તે માટે સ્થાનિક કચેરીનો સંપર્ક કરવો.

વ્હાલી દીકરી યોજના માટે મહત્વની લિંક – Important link for Vahli Dikri Yojana 2024

આ કોન્ટેક્ટ અને મદદની માહિતીનો ઉપયોગ કરીને, તમે વ્હાલી દીકરી યોજનાની વધુ માહિતી મેળવી શકશો અને જરૂરી સહાય મેળવી શકશો.

Leave a Comment