PM Kusum Yojana 2024: પીએમ કુસુમ યોજના હેઠળ સોલર પંપ પર 60% સુધીની સબસિડી મળશે, અહીંથી જાણો કેવી રીતે અરજી કરશો

PM Kusum Yojana 2024: નમશ્કાર મિત્રો, ખેડુતોને ખેતીને સરળ બનાવવા માટે સરકાર દ્ધારા ઘણી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આમાંની એક યોજના પીએમ કુસુમ યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતો પાણીનો સંગ્રહ કરી શકે છે અને સોલાર પંપ અને સૌર ઉર્જા સિસ્ટમનો ઉપયોગ કરીને તેમના પાકને સિંચાઈ આપી શકે છે. યોજના દ્વારા ખેડૂતોને સબસિડી પર સોલાર પંપ આપવામાં આવી રહ્યા છે. આ યોજનામં કોને કોને લાભ મળશે તેમજ કેવી રીતે અરજી કરશો જેના વીશે આગળ માહિતી મેળવીશુ.

પીએમ કુસુમ યોજના હેઠળ સોલર પંપ પર 60% સુધીની સબસિડી મળશે – PM Kusum Yojana 2024

પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને 60 ટકા સબસિડી પર સોલર પંપ મળે છે. ખેડૂતોની સાથે આ પંપ પંચાયતો અને સહકારી મંડળીઓને પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સિવાય સરકાર તેમના ખેતરની આસપાસ સોલાર પંપ પ્લાન્ટ લગાવવા માટે ખર્ચના 30 ટકા સુધીની લોન આપે છે. તેથી ખેડૂતોએ આ પ્રોજેક્ટનો માત્ર 10 ટકા જ ખર્ચ કરવો પડશે. આ યોજના દ્વારા ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે. જ્યારે હાલમાં ખેડૂતોએ ઇલેક્ટ્રિક અથવા ડીઝલ પંપનો ઉપયોગ કરીને સિંચાઈ પર વધુ પૈસા ખર્ચવા પડે છે.

પીએમ કુસુમ યોજનામાં કોને કોને લાભ મળશે?

  • ખેડૂતો:
    • નાના અને સીમાંત ખેડૂતો ખાસ પ્રાથમિકતા મળશે.
    • જેઓ પાસે ખેતી માટે પોતાની જમીન છે અથવા ખેતી કરવાના કાયદેસરના દસ્તાવેજો છે તેમને લાભ મળશે.
  • ખેતી સંબંધિત સહકારી સંસ્થાઓ અને ફાર્મર્સ ગ્રુપ:
    • કૃષિ સહકારી મંડળો, કૃષિ પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝેશન્સ (FPOs) અને કૃષિ સંસ્થાઓને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
  • ગ્રામ પંચાયતો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ:
    • ગ્રામ પંચાયતો, કૃષિ વિકાસ સંસ્થાઓ જે સોલર પાવર પ્લાંટ્સ સ્થાપિત કરવા માટે પાત્ર છે તેમને પણ લાભ મળવા પાત્ર થશે.
  • સહકારી સંસ્થાઓ:
    • સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા સંયુક્ત ઉદ્યમ (joint ventures) દ્વારા પાત્ર છે.

નવી પીએમ કુસુમ યોજનાના લાભો:

  • સબસિડી અને સહાય: પ્રોજેક્ટની કુલ કિંમતનો 60% સુધીની સબસિડી (30% કેન્દ્રીય અને 30% રાજ્ય સરકાર દ્વારા) આપવામાં આવે છે.
  • વીજળીના ખર્ચમાં ઘટાડો: ખેડૂતોએ સોલર પંપો અને પાવર પ્લાંટ્સ ઉપયોગમાં લેતા ખેતી માટે વિજળીના ખર્ચમાં ઘટાડો થશે.
  • સસ્તી અને સાફ ઉર્જા: પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારીને, પીએમ કુસુમ યોજના ખેતરોમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે
  • વધારાની આવક: આ યોજનાનો ઉપયોગ કરીને, ખેડૂતો તેમના પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત વધારાની વીજળી સીધી સરકારને વેચી શકે છે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.
  • ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો: સબસિડી અને નાણાકીય સહાયથી ખેડૂતોના મૂડી ખર્ચમાં ઘટાડો થશે, જેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
  • ખેડૂતોની સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા: સોલર પાવરનો ઉપયોગ કરી ખેડૂતો વીજળી માટે સ્વતંત્ર બની શકે છે અને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે છે.

પીએમ કુસુમ યોજનામાં અરજી કરવા માટે જરુરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ
  • જમીનની માલિકીનો પુરાવો: 7/12 ઉતારા (પાટા)/ જમીનનો સત્તાવાર રેકોર્ડ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ
  • વીજળીનું કનેક્શન બિલ

આ પણ વાચો: મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર મળશે, જાણો યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરશો?

પીએમ કુસુમ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ પીએમ કુસુમ યોજનાની ઓફિસિયલ વેબસાઇટ https://pmkusum.guvnl.com/ પર જાઓ.
  • તમારા આધાર કાર્ડ અથવા અન્ય માન્ય ઓળખ પ્રમાણપત્રથી રજિસ્ટ્રેશન કરો.
  • જરૂરી વિગતો ભરો, જેમ કે નામ, સરનામું, સંપર્ક નંબર, બેંકની વિગતો વગેરે.
  • રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી, તમે તમારી આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મ ખોલો અને જરૂરી વિગતો ભરવાનું શરૂ કરો.
  • ખેતરની જમીનનો વિસ્તાર, પાવર પમ્પની માહિતી, નાણાકીય વિગતો વગેરે ભરવાની રહેશે.
  • ફોર્મમાં આપેલ માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • જરૂરી વિગતો ભરી અને દસ્તાવેજો અપલોડ કર્યા બાદ અરજી સબમિટ કરો.
  • સબમિટ કર્યા પછી, અરજી નંબર અથવા રસીદ મેળવી શકશો.

Leave a Comment

Join WhatsApp Group!