Gujarat Panchayat Recruitment 2024: સચિવાલયમાં નોકરી મેળવવાની જોરદાર તક, 60 હજાર સુધી પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો

Gujarat Panchayat Recruitment 2024: ગાંધીનગર સચિવાલયમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે.

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની પોસ્ટ કાયદા સલાહકાર અધિકારીની ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 10 જુલાઇ, 2024 થી ઓફલાઈન મોડમાં અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના Gujarat Panchayat Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.

Gujarat Panchayat Recruitment 2024

ભરતી સંસ્થાગુજરાત પંચાયત વિભાગ
પોસ્ટનું નામકાયદા સલાહકાર
ખાલી જગ્યાઓ2
જોબ સ્થાનગુજરાત
અરજી કરવાની શરુઆત10-07-2024
અરજી કરવાની રીતઓફલાઈન 
કેટેગરીસરકારી નોકરી

શૈક્ષણિક લાયકાત – Required Qualification For Gujarat Panchayat Recruitment 2024

ગુજરાત પંચાયત વિભાગની આ નવી ભરતી માટે અરજી કરવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને કાયદા સલાહકાર ની પોસ્ટ માટે જરૂરી લાયકાત નિચે આપેલ છે.

  • ગુજરાત પંચાયત ભરતી અંતર્ગત કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા વિષયમાં સ્નાતકની ડીગ્રી (L.L.B.) હોવી જોઈએ.
  • આ ઉપરાંત ઉમેદવાર CCC+ કક્ષાનું કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ.
  • બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં Enrolment ધરાવતા હોવા જોઈએ.

ઉમર મર્યાદા – Required Age Limit For Gujarat Panchayat Recruitment 2024

કાયદા સલાહકારની કરાર આધારિત ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા મહત્તમ 50 વર્ષ રાખવામાં આવી છે.

અરજી ફી – Fee Details of Gujarat Panchayat Recruitment 2024

  • આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદાવરોએ અરજી પત્રક સાથે ઉપસચિવ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના નામે ₹ 100 નો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.

પગાર ધોરણ – Salary Details of Gujarat Panchayat Recruitment 2024

તમામ યુવાન અરજદારો કે જેઓ આ ભરતી માટે અરજી કરવા માંગે છે અને જેમની પસંદગી કરવામાં આવશે તેઓને અન્ય લાભો સાથે રૂ. 60,000 માસિક પગાર આપવામાં આવશે. આ સિવાય કોઈપણ જાતના ભથ્થા મળવા પાત્ર નહીં થાય.

આ પણ વાચો: પોસ્ટ ઓફિસમાં 44228 જગ્યાઓ માટે ભરતી, 10 પાસ માટે સરકારી નોકરીની ઉત્તમ તક, જાણો અરજી પ્રક્રિયા

કેવી રીતે અરજી કરવી? – How To Apply In Gujarat Panchayat Recruitment 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ Gujarat Panchayat Recruitment 2024 માટે અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • અરજી કરવા માટે સૌ પહેલા https://panchayat.gujarat.gov.in/gu/home પર આપેલા ભરતીની જાહેરાત અને અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ફોર્મમાં આપેલી વિગતો ધ્યાન પુર્વક ભરવાની રહેશે.
  • પછી 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે.
  • માંગેલા ડોક્યુમેન્ટ્સ ફોર્મ સાથે જોડીને આપેલા સરનામા પર મોકલવાના રહેશે.
  • જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ એટલે કે 10 જુલાઈ 2024થી 15 દિવસ સુધીમાં અરજી મળી જાય એ ખાસ ધ્યાન રાખવું

સરનામું: નાયબ સચિવ (મહેકમ), પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બ્લોક નંબર-8, ત્રીજો માળ, સચિવાલય, ગાંધીનગર

મહત્વની લિંક – Important Link of Gujarat Panchayat Recruitment 2024

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
વધુ માહિતી મેળવવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ – Important Date of Gujarat Panchayat Recruitment 2024

ઓનલાઇન અરજી કરવાની શરુઆત10-07-2024
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 15 દિવસ સુધીમાં અરજી કરવાની રહેશે.

Leave a Comment

Join WhatsApp Group!