Forest Guard Result 2024 Update: ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઇને મહત્વના સમાચાર આવ્યા છે, જાણો વિવાદ થતાં ગૌણ સેવા પસંદગી મંડળે કરી સ્પષ્ટતા

GSSSB Forest Guard Result: ગુજરાતમાં ગૌણ સેવા ભરતી બોર્ડથી લઈને GPSC સુધીની તમામ પરીક્ષાઓ છબરડાં સામે આવતા વિવાદમાં રહેતી હોય છે. એમાં પણ ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળની અનેક પરીક્ષાઓ વિવાદોમાં જ રહે છે, જ્યારે વધુ એક પરીક્ષાના પરિણામ બાદ વિવાદ થયો હતો. આપણે વાત કરી રહ્યા છીએ ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષાની કે જે CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજાઇ હતી. જેને લઈ ઉમેદવારો દ્વારા CBRT પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા માગ કરી હતી.

ફોરેસ્ટના ઉમેદવારો માટે મોટા સમાચાર – Forest Guard Result 2024

ગઈકાલે ઉમેદવારો દ્વારા ગૌણ સેવાનો ઘેરાવો થયા બાદ જ આજે ગૌણ સેવાના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ઉમેદવારના હિતમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે, તેમણે ટ્વિટ કરતાં જણાવ્યું છે કે મંડળની પ્રણાલિકા અનુસાર પ્રમાણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યુ છે.

Forest Guard Result 2024: ફોરેસ્ટગાર્ડનીપરીક્ષાના ઉમેદવારો માટે માર્ક્સ અને નોર્મલાઇસડમાર્ક્સ જોઇ શકે તેવી લિંક તા. 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. 823 ઉમેદવારોની પસંદગી કરવા 8ગણાની PFT બાદ તરતોતરત 40ગણા સુધીની PFT કરી શકાય. વિલંબ થયો છે,પણ ધૈર્ય અને સંયમ રાખવા વિનંતી છે.

આ પણ વાચો: ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર, અત્યારેજ ચેક કરો તમારા માર્ક્સ

જાણો વિવાદ થતાં ગૌણ સેવા પસંદગી મંડળે કરી સ્પષ્ટતા – Forest Guard Result 2024

Forest Guard Result 2024: યુવા નેતા યુવરાજસિંહની આગેવાની હેઠળ 100થી વધુ ઉમેદવારો ગઇકાલે ગૌણ સેવા મંડળની ઓફિસે પોતાનો પક્ષ રાખવા માટે પહોંચ્યા હતા. આ મામલે યુવા નેતાનો વિરોધ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવતી પરીક્ષાને લઈને છે. આ પદ્ધતિને લઈ તેમણે ખામી દર્શાવતા કહ્યું કે, TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતર ની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશન નો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી. સાથે જ બીજી મુશ્કેલી ગણાવતા તેમણે કહ્યું કે, એકથી વધારે શિફ્ટ માં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અથરા નીકળે છે. પછી નોરમોલાઈઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતું નથી. માટે આ CERT પદ્ધતિ દૂર થવી જોઈએ.

1 thought on “Forest Guard Result 2024 Update: ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઇને મહત્વના સમાચાર આવ્યા છે, જાણો વિવાદ થતાં ગૌણ સેવા પસંદગી મંડળે કરી સ્પષ્ટતા”

Leave a Comment

Join WhatsApp Group!