GSEB 10 & 12 Result 2024: ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું રીજલ્ટ થયુ જાહેર, જાણો રીજલ્ટ ચેક કરવાની સંપુર્ણ રીત

GSEB 10 & 12 Result 2024: ધોરણ 10 અને 12માં મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અને પૂરક પરીક્ષા આપેલા વિદ્યાર્થીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ-10, 12ની પુરક પરીક્ષાનું પરિણામ 29 જુલાઈના રોજ એટલે કે, આજ જાહેર થઇ ગયુ છે. બોર્ડની વેબસાઈટ પર પુરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. બપોરે 12 વાગે બોર્ડની વેબસાઈટ પર જઈ પરિણામ ચેક કરી શકાશે

હકીકતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જૂન-જુલાઇ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (SSC) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. 29/07/2024 ના રોજ બપોરે 12:00 કલાકે જાહેર કરવામાં આવશે.

રીજલ્ટ કેવી રીતે ચેક કરવુ? – GSEB 10 & 12 Result 2024

  • GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
  • હોમપેજ પર, GSEB 10th Repaters Result લિંક જુઓ અને ક્લિક કરો.
  • નિયુક્ત ફીલ્ડમાં તમારો રોલ નંબર આપો.
  • વિગતો સબમિટ કરો.
  • ગુજરાત બોર્ડ 10માનું પરિણામ મોબાઈલ સ્ક્રીન પર દેખાશે.
  • ભવિષ્યના સંદર્ભ માટે તમારું GSEB 10મી પુરક પરિક્ષા પરિણામ 2024 સાચવો.

WhatsApp દ્વારા રીજલ્ટ કેવી રીતે ચેક કરવુ? – GSEB 10 & 12 Result 2024

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

માર્કશીટ શાળામાંથી ક્યારે મળશે? – GSEB 10 & 12 Result 2024

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.

આ પણ વાચો: 10 પાસ ઉપર એક સાથે 7 નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો

મહત્વની લિંક

રીજલ્ટ ચેક કરવા માટેઅહી ક્લિક કરો
વધુ માહિતી માટેઅહી ક્લિક કરો

જાણો પુરક પ્રરિક્ષામાં થયા ફેરફારો

આ વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે આ વર્ષે ધોરણ-10માં 3 વિષયમાં નાપાસ હોય, તેઓ પૂરક પરીક્ષા આપી શકે છે. જે ગત વર્ષે બે જ વિષયની મર્યાદા હતા. આવી જ રીતે ધોરણ 12માં પણ આ વર્ષે 2 વિષયની પૂરક પરીક્ષાની છૂટ આપવામાં આવી છે, જે ગત વર્ષે એક વિષય હતી.

1 thought on “GSEB 10 & 12 Result 2024: ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું રીજલ્ટ થયુ જાહેર, જાણો રીજલ્ટ ચેક કરવાની સંપુર્ણ રીત”

Leave a Comment

Join WhatsApp Group!