Godown Sahay Yojna 2024: રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટીથી ખેડુતોના પાકને નુકશાન થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની જોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તો પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે તે માટે “ગોડાઉન સહાય યોજના” શરુ કરવામાં આવી. આ યોજના હેઠળ કોને કોને લાભ મળશે?, અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરુર પડશે તેમજ કેવી રીતે અરજી કરશો તેના વીશે આગળ વિગતવાર માહિતી મેળવીશુ.
Godown Sahay Yojna 2024: ગોડાઉન બનાવવા માટે 75,000/- ની સહાય મળશે
યોજનાનું નામ | ગોડાઉન સહાય યોજના ગુજરાત 2024 |
યોજના વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
કેટલી સહાય મળશે? | ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂપિયા 75,000 ની સહાય |
યોજનાની શરુઆત | ૨૦૨૦-૨૧ |
અરજી કરવાની શરુઆત | 18/06/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24/06/2024 સુધી |
ઓફિસિયલ વેબસાઇટ | ikhedut.gujarat.gov.in |
યોજનાનો હેતુ
Godown Sahay Yojna 2024: રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટીથી ખેડુતોના પાકને નુકશાન થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની જોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તો પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે અને ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઇ રહે અને યોગ્ય સમયે વેચાણ કરી શકશે, જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય અને જેના પરિણામે ખેતી વધુ નકાકારક બની શકે છે. તે હેતુથી રાજ્યના ખેડોતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના સને ૨૦૨૦-૨૧થી શરૂ કરવામાં આવેલ છે.
ગોડાઉન સહાય યોજના હેઠળ કોને લાભ મળશે –
- લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂત હોવો જોઈએ.
- રાજ્યના અનુસુચિત જાતિ(SC), અનુસૂચિત જન જાતિ(ST) અને આ સિવાયની તમામ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- પાક સંગ્રહ યોજના હેઠળ ખેડૂતને ફ્કત એક જ વાર લાભ મળવાપાત્ર થશે.
યોજનાના લાભ – Benefit of Godown Sahay Yojna 2024
- અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના 50 % અથવા 75,000 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
- અનુસુચિત જનજાતિના લાભાર્થીને કુલ ખર્ચના 50 % અથવા 75,000 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
- સહાય બે હપ્તામાં મળશે. પહેલો હપ્તો પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થશે ત્યારે અને બીજો હપ્તો ગોડાઉનનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા પછી મળશે.
ગોડાઉન સહાય યોજનાનો લાભ લેવા માટેની શરતો
- ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહેશે. ગોડાઉનની વચ્ચે એટલે કે મોભની ઊંચાઈ ૧૨ ફૂટ, જયારે ન્યૂનતમ/ લઘુતમ પાયો (ફાઉન્ડેશન) જમીનથી ર ફુટ ઊંડાઈથી વધુ અને જમીનથી ન્યૂનતમ ર ફુટ ઊંચાઈએ પ્લીન્થ તૈયાર કરવાની રહેશે.
- તેનાથી ઓછી ઉંચાઇ વાળુ ગોડાઉન સહાય માટે માન્ય રહેશે નહી.
- ફાઉન્ડેશન થી પ્લીન્થ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ અને ફ્લોરીંગમાં પીસીસી પાકું કરવાનું રહેશે.
- કોરૂગેટેડ ગેલ્વેનાઇઝ શીટ/ સિમેન્ટના પતરા/ નળીયાથી છત બનાવવાની રહેશે.
- લાભાર્થીના ખર્ચે RCC ધરાવતી છત કરી શકાશે.
- 300 ચો. ફૂટથી નાનું બાંધકામ યોજના હેઠળ સહાય માટે માન્ય રહેશે
જરુરી દસ્તાવેજ – Important Document Benefit of Godown Sahay Yojna 2024
- આધારકાર્ડ
- રેશન કાર્ડ
- 7/12 અને 8/A ની નકલ
- બેંકની પાસબૂક
- જાતિનું પ્રમાણપત્ર
કેવી રીતે અરજી કરવી? – How to Apply Benefit of Godown Sahay Yojna 2024?
- ગોડાઉન માટે ઓનલાઇન અરજી કરવા સૌ પ્રથમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની ઓફિસિયલ વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર જાઓ.
- હવે હોમ પેજ પર “યોજનાઓ” ઓપ્સન પર ક્લિક કરો.
- ત્યાર બાદ વિવિધ યોજનાઓ દેખાશે તેમાં “ખેતીવાડી ની યોજનાઓ” ઓપ્સન પર ક્લિક કરો.
- ખેતીવાડીની યોજનાઓમાં “પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)” યોજનામાં અરજી કરો બટન પર ક્લિક કરો.
- જો તમે Ikhedut Portal પર તમે રજિસ્ટર્ડ અરજદાર છો?, તો ‘હા’ પસંદ કરો, અન્યથા, ‘ના’ પસંદ કરો.
- પછી નવી અરજી કરવા પર ક્લિક કરો.
- ત્યાર બાદ ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી વિગતો ભરો અને કેપ્ચા કોડ દાખલ કરો અને આગળ વધવા માટે ‘અરજી સેવ કરો’ પર ક્લિક કરો.
- એકવાર ફરિથી તમારી વિગતો તપાસો અને અરજી સબમિટ કરવા સાથે આગળ વધો.
- છેલ્લે તમારે પાક સંગ્રહ ગોડાઉન સબસિડી માટેની અરજી સબમીટ થઈ ગયાં બાદ તમને અરજી નંબર મળશે જેને સેવ કરીને રાખો.
એકવાર તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જાય, પછી તમે ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરી શકો છો.
મહત્વની લિંક્સ – Important Link Godown Sahay Yojna 2024
- ઓફિસિયલ વેબસાઇટ: ikhedut.gujarat.gov.in
- અરજી કરવા માટે અહી ક્લિક કરો
- વધુ યોજનાકિય માહિતી માટે અહી ક્લિક કરો
મહત્વની તારીખો – Important Date of Godown Sahay Yojna 2024
- અરજી કરવાની શરુઆત: 18/06/2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 24/06/2024 સુધી