Namo Lakshami Yojana 2024: નમસ્કાર મિત્રો, યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂ. 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. “નમો લક્ષ્મી યોજના” નો મુખ્ય હેતુ કન્યાઓને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના હેઠળ કોને લાભ મળશે?, કેટલી સહાય મળશે તેમજ કેવી રીતે અરજી કરશો જેના વીશે વધુ માહિતી આગળ મેળવીશુ.
ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને માસિક સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા ગુજરાતના બજેટમાં ઉલ્લેખિત નમો લક્ષ્મી યોજના હવે અમલમાં મૂકવામાં આવી છે. મંત્રી વિશિકેશ પટેલના જણાવ્યા અનુસાર, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં મહિલા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ખર્ચને આવરી લઈને અને તેમના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે 2024-25ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. નમો લક્ષ્મી યોજના 2024-25 વર્ષના પ્રથમ શૈક્ષણિક સત્રથી અમલમાં મૂકવામાં આવી છે.
Namo Lakshami Yojana 2024 – વિધ્યાર્થીનીઓને મળશે 50,000/- રુપિયાની સહાય
યોજનાનુ નામ | નમો લક્ષ્મી યોજના |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત |
ક્યારે શરૂ કરવામાં આવી | ૨૦૨૪. |
લાભાર્થીઓ | ધોરણ ૯ થી ૧૨ ની છોકરીઓ માટે. |
અરજી કરવાની શરુઆત | 27/05/2024 |
પહેલો હપ્તો ક્યારે આવશે | 27/06/2024 |
કેટલી સહાય મળશે | વિધ્યાર્થી દિઠ 50,000/- ની સહાય |
Namo Lakshami Yojana 2024 નો હેતુ
નમો લક્ષ્મી યોજનાનો હેતુ મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહિત કરવો છે. આ યોજનાના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને વ્યાજમુક્ત અથવા ઓછા વ્યાજે લોન, વ્યાવસાયિક તાલીમ, આરોગ્ય સેવાઓ અને રોજગારીની તકો પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય લક્ષ્ય મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવી, તેમની રોજગાર ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવી, અને સમાજમાં તેમની સ્થિતિ અને આત્મસન્માનમાં સુધારો કરવો છે.
- “નમો લક્ષ્મી યોજના” માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ મેળવતી તમામ વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે રૂ. 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. જે આ યોજના માટેનો મુખ્ય હેતુ છે.
Namo Lakshami Yojana 2024 – કોને લાભ મળશે?
- લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.
- અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે.
- આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થિનીએ ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.
- રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ-1 થી ધોરણ-8 નો અભ્યાસ પૂરો કરી ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.
- લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.
આ તમામ માપદંડોને અનુસરીને અને જરૂરી દસ્તાવેજો પૂરા પાડી, મહિલાઓ નમો લક્ષ્મી યોજનાના ફાયદા મેળવી શકે છે.
Namo Lakshami Yojana 2024 હેઠળ કેટલી સહાય મળશે?
ધોરણ 9 થી ધોરણ 12 સુધીની તમામ પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને રૂ. ૫૦,૦૦૦/- ૪ વર્ષમાં નમો લક્ષ્મી યોજના હેઠળ આપવામાં આવશે.
ધોરણ | આર્થિક લાભની રાશિ |
ધોરણ 9 | 10,000 રૂપિયા |
ધોરણ 10 | 10,000 રૂપિયા |
ધોરણ 11 | 15,000 રૂપિયા |
ધોરણ 12 | 15,000 રૂપિયા |
કુલ રાશિ | 50,000 રૂપિયા |
Namo Lakshami Yojana 2024: જરુરી ડોક્યુમેન્ટ
ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ/ નાણાકીય સહાય માટે અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે :-
- વિદ્યાર્થીનીના આધાર કાર્ડની નકલ બંને બાજુની,
- માતાના આધાર કાર્ડની નકલ બન્ને બાજુની,
- રેશન કાર્ડ
- માતાના બેંકના ખાતાની પાસબુકની નકલ (નેશનલાઈઝડ બેંક હોવી જોઈએ.) / માતા હયાત ન હોય તો જ વિદ્યાર્થીનીના બેંક ખાતાની પાસબુકની નકલ
- કુંટુંબની વાર્ષિક આવકનો દાખલો
- જન્મનો દાખલો,
- શાળા છોડયા પ્રમાણપત્ર એલ.સી.ની નકલ,
- માતા પિતાના મોબાઈલ નંબર
મહત્વની લિંક્સ
- ગુજરાત નમો લક્ષ્મી યોજનાની માર્ગદર્શિકા જોવા માટે અહી ક્લિક કરો
- વધુ યોજનાકિય માહિતી માટે અહી ક્લિક કરો
Namo Lakshami Yojana 2024 – કેવી રીતે અરજી કરશો?
ઓનલાઇન અરજી પ્રક્રિયા કરવા માટે લાભાર્થી એ તેમના વર્ગ શિક્ષક ની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત લેતી વખતે ઉપર બતાવવામાં આવેલા બધા ડોક્યુમેંટ્સ સાથે લઈ જવાન રહેશે, એટલે તમારા વર્ગ શિક્ષક જ તમારી અરજી ઓનલાઇન આધકારીક વેબસાઇટ પર કરી દેશે. આ પ્રક્રિયા કોઈ પણ વિધ્યાર્થી પોતાની રીતે કાર શકશે નહિ.