Laptop Sahay Yojana 2024: 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે 25,000/- રુપિયાની સહાય મળશે

Laptop Sahay Yojana 2024: નમસ્કાર મિત્રો, લેપટોપ ખરીદ સહાય યોજના ગુજરાત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ આપવા માટે ગુજરાત સરકારે એક યોજના શરૂ કરી છે. રાજ્યમાં રહેતા કેટલાક ગરીબ વિદ્યાર્થીઓ લેપટોપના અભાવે ઓનલાઈન લેક્ચરમાં હાજરી આપી શક્યા ન હતા. તેથી જ આ કાર્યક્રમ દ્વારા, સરકાર સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરીબ બાળકોને મફત કોમ્પ્યુટર આપશે. લેપટોપ ખરીદ સહાય યોજના વીશે વિગતવાર માહિતી નિચે આપેલ છે.

યોજનાનુ નામલેપટોપ ખરીદ સહાય યોજના
(Laptop Sahay Yojana 2024)
વિભાગનું નામગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
યોજનાની શરુઆતગુજરાત સરકાર દ્વારા
કોને લાભ મળશે?ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ
યોજનાનો હેતુશ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે
અરજી કરવાની રીતઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટhttps://sanman.gujarat.gov.in/

લેપટોપ ખરીદ સહાય યોજનાનો ઉદ્દેશ્ય

Laptop Sahay Yojana 2024: લેપટોપ સહાય યોજના ગુજરાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના માધ્યમથી તેમની શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષમતા વધારવામાં મદદરૂપ થવાનો છે. વધુ વિગતવાર માહિતી નિચે આપેલ છે:

  • આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ટેક્નોલોજી વીશે સમજી શકે તેમજ તેનો ઉપયોગ કરતા શીખે.
  • લેબટોપ દ્વારા ઓનલાઈન શિક્ષણ, સંશોધન, અને ડિજિટલ લર્નિંગ માટેની સુવિધા પૂરી પાડવી.
  • વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ શીખવા પ્રોત્સાહન આપવું.
  • ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શૈક્ષણિક પરિણામોમાં સુધારો લાવવો.
  • ઓનલાઇન કોર્સ અને લર્નિંગ પ્લેટફોર્મનો ઉપયોગ વધારવો.

લેપટોપ ખરીદ સહાય યોજના હેઠળ મળતા લાભ

  • પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીને લેપટોપની કિમત મર્યાદા ૫૦,૦૦૦/- ધ્યાને લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.૨૫,૦૦૦/- આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.

લેપટોપ ખરીદ સહાય યોજના હેઠળ કોને કોને લાભ મળશે?

Laptop Sahay Yojana 2024: આ યોજના હેઠળ વિવિધ શૈક્ષણિક સ્તરે અને આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેની વિગતવાર માહિતી નીચે આપેલ છે:

  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના વિદ્યાર્થીઓને ખાસ લાભ આપવામાં આવે છે.
  • અનામત વર્ગ (OBC)ના વિદ્યાર્થીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવે છે.
  • જો ઉમેદવારની વાર્ષિક કુટુંબ આવક સરકારી ધોરણે નિર્ધારિત મર્યાદાથી ઓછી હોય તેમને આ યોજનાનો લાભ મળશે.
  • વિકલાંગતા: શારીરિક દિવ્યાંગ (વિકલાંગતા) ધરાવતાં વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર હોય છે.
  • વિધવા અને અનાથ બાળક: વિધવા અને અનાથ બાળકોને પણ આ યોજનાનો વિશેષ લાભ આપવામાં આવે છે.
  • જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના/ સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

લેપટોપ ખરીદ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

Laptop Sahay Yojana 2024: આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓને નીચે જણાવેલ પાત્રતા માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે:

  • વિધાર્થી ગુજરાત રાજ્યનો સ્થાયી નાગરિક હોવો જોઈએ.
  • શૈક્ષણિક પાત્રતા: અરજી કરતી વખતે ઉમેદવાર ગુજરાતની કોઈ માન્ય શિક્ષણ સંસ્થા/કોલેજ/યુનિવર્સિટીનો નિયમિત વિદ્યાર્થી હોવો જોઈએ.
  • ધો – ૧૨ બોર્ડની પરીક્ષામા ઉતીર્ણ થયેલ અને ઓલ ઓવર ૭૦% કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે.
  • જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એજ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યા ૬ (છ) માસમાં અરજી કરવાની રહશે.
  • લેપટોપ વિધાર્થીના નામે ખરીદ કરેલ હોવું જોઈએ.
  • જે વિધ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.

જરૂરી દસ્તાવેજો – Important Document for Laptop Sahay Yojana 2024

Laptop Sahay Yojana 2024: આ યોજનામાં અરજી કરવા માટે, વિદ્યાર્થી પાસે ઘણા આવશ્યક દસ્તાવેજો હોવા જરૂરી છે, જેમાં નીચેના દસ્તાવેજ નો સમાવેશ થાય છે:

  • ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઈલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક કરેલ)
  • ઈમેલ આઈડી
  • રહેઠાણનો પુરાવો
  • કોલેજ આઈડી
  • ગત વર્ષની માર્કશીટ
  • અન્ય દસ્તાવેજો (જરૂરી હોય તો):
    • વિધવા/અનાથ બાળકના પ્રમાણપત્ર.
    • દિવ્યાંગ (વિકલાંગતા) પ્રમાણપત્ર.
    • વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમનું પ્રમાણપત્ર.

કેવી રીતે અરજી કરવી? – How to Apply Laptop Sahay Yojana 2024?

  • સત્તાવાર વેબસાઇટ પર જાઓ: ગુજરાત સરકારની શ્રમયોગી કલ્યાણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://sanman.gujarat.gov.in/ પર જાઓ.
  • જો તમે પ્રથમ વાર અરજી કરી રહ્યાં છો, તો વેબસાઇટ પર નવા યુઝર તરીકે “Register” અથવા “New User Registration” બટન પર ક્લિક કરો.
  • લોગિન કર્યા પછી, ડેશબોર્ડ પર જઈને “Apply for Scheme” અથવા “Scheme Application” બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ “લેપટોપ ખરીદ સહાય યોજના” પર ક્લિક કરો.
  • ઓનલાઈન ફોર્મ ખોલો અને જરૂરી વિગતો ભરો.
  • ફોર્મમાં જણાવેલ તમામ દસ્તાવેજ અપલોડ કરો.
  • તમામ વિગતો અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી, “Submit” બટન પર ક્લિક કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી સબમિશન રસીદ ડાઉનલોડ કરો.

મહત્વની લિંક

2 thoughts on “Laptop Sahay Yojana 2024: 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે 25,000/- રુપિયાની સહાય મળશે”

Leave a Comment

Join WhatsApp Group!