GSSSB Recruitment 2024: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, 26 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટની 117 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે.

GSSSB દ્વારા વર્ગ 3ની કુલ 117 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 31 ઓગસ્ટ, 2024 સુધી ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના GSSSB Recruitment 20244 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.

GSSSB Recruitment 2024 – ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક

સંસ્થા નું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB)
પોસ્ટ નામફાયરમેન -કમ- ડ્રાઇવરઆસિસ્ટન્ટ
કુલ પોસ્ટ્સ117
અરજી પ્રક્રિયાઓનલાઈન
વય શ્રેણી18 વર્ષથી 33 વર્ષ
એપ્લિકેશન શરૂ થવાની તારીખ16/08/2024
અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2024
સ્થળભારત
ઓફિસિયલ વેબસાઇટgsssb.gujarat.gov.in

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details of GSSSB Recruitment 2024

આ ભરતી માટે અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ 177 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે તમે 31 ઓગસ્ટ, 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો.

કચેરીપોસ્ટજગ્યા
નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગરફાયરમેન કમ ડ્રાઇવર9
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનફાયરમેન કમ ડ્રાઇવર108

શૈક્ષણિક લાયકાત – Required Qualification For GSSSB Recruitment 2024

GSSSBની આ નવી ભરતી માટે અરજી કરવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને તેમજ જરૂરી લાયકાત નિચે આપેલ છે.

  • ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
  • રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિત તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઇવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર હેવી મોટર વિહિકલનું માન્ય ડ્રાઇવિંગ લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઇવર સંવર્ગ માટે નિયત થયેલી શારીરિક માપદંડ ધરાવતો હોવો જોઈએ.

ઉમર મર્યાદા – Required Age Limit For GSSSB Recruitment 2024

ફાયરમેન કમ ડ્રાઇવર માટે ફોર્મ ભરનારની ઉંમર 18 થી 33 વર્ષ હોવી જરૂરી છે. અને વય મર્યાદા 31 ઓગસ્ટ 2024 થી ગણવામાં આવશે. અનામત વર્ગ માટે ઉપલી વય મર્યાદામાં છૂટ સરકારના નિયમો મુજબ છે.

અરજી ફી – Fee Details of GSSSB Recruitment 2024

  • બિન અનામત વર્ગ માટે 500/-
  • અનામત વર્ગ માટે 400/-
  • પરિક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને પરિક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ – Salary Details of GSSSB Recruitment 2024

આ ભરતીમાં પસંદ થનાર ઉમેદવારોને તેમની પોસ્ટ પ્રમાણે પગાર આપવામાં આવશે જેની માહિતી નિચે મુજબ આપેલ છે.

કચેરીપોસ્ટપગાર
નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગરફાયરમેન કમ ડ્રાઇવર₹ 26,000
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનફાયરમેન કમ ડ્રાઇવર₹ 26,000

કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In GSSSB Recruitment 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ GSSSB Recruitment 2024 માટે અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • ઓનલાઈનઅરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને જીએસએસએસ સિલેક્ટ કરવું.
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક 236-202425, ફાયરમેન કમ ડ્રાઇવર સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરો
  • ત્યારબાદ આપેલી માહિતી ભરીને ફોર્મ સબમીટ કરવું
  • ફોર્મ સબમીટ થયા બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.

આ પણ વાચો: વગર પરિક્ષાએ નોકરી મેળવવાની જોરદાર તક, 1 લાખથી વધારે પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

મહત્વની લિંક – Important Link of GSSSB Recruitment 2024

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
વધુ માહિતી મેળવવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ – Important Date of GSSSB Recruitment 2024

અરજી કરવાની શરુઆત16/08/2024
અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2024

Leave a Comment

Join WhatsApp Group!