Gujarat Police Bharti News: શુ તમારે પોલિસ ભરતી માટે અરજી કરવાની બાકી છે? તો આ સમાચાર તમારા માટે છે, જાણો સંપુર્ણ માહિતી

Gujarat Police Bharti News: ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે અરજી કરવાની વધુ એક તક આપવામાં આવશે.

હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી – Gujarat Police Bharti

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે જાણકારી આપતા લખ્યું હતું કે લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે.

પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવાશે

Gujarat Police Bharti: આ ઉપરાંત અન્ય એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું કે પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર ૧માં પાસ થયા હશે તેમનું પેપર ૨ તપાસવામાં આવશે.

આ પણ વાચો: PGVCLમાં 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો?

અરજી કરતા સમયે ઉમેદવારોએ શું ધ્યાન રાખવું? – Gujarat Police Bharti

  • ઓનલાઈન અરજી કરતા સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા – પતિનું નામ ધોરણ 12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે.
  • દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહશે.
  • ઉમેદવાર જો ફક્ત પોલીસ સબ ઈસ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કોડ પસંદ કરવાનું રહેશે. તેમજ ફક્ટ લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે.
  • આ ઉપરાંત જો બંને માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ પસંદ કરવાનું રહેશે.
  • માજી સૈનિકો માટે ગુજરાત રાજ્ય સેવા નિયમો 1975 અને સુધારેલ નિયમો 1994 તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત ળવા પાત્ર છે.
  • ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટોની ઈમેજ 15 કેબી અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઈમેજ 15 કેબી સાઈઝથી વધુ નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.

Leave a Comment

Join WhatsApp Group!