Forest Guard Normalisation Mark: નમશ્કાર મિત્રો, ગુજરાત ફોરેસ્ટ CBRT પરીક્ષા આપેલ તમામ ઉમેદવારો તેઓએ મેળવેલ ગુણના નોર્મલાઇઝડ માર્કસ GSSSB બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા તારીખ 8 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી દરમિયાન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 યોજાઈ હતી. જુઓ પરીક્ષના માર્કસ જાહેર કરાયા બાદ કેવીરીતે જોવા તે નીચેના લેખ દ્વારા જાણો.
ફોરેસ્ટ ગાર્ડ CBRT પરીક્ષા આપેલ તમામ ઉમેદવારોના નોર્મલાઇઝડ માર્ક જાહેર – Forest Guard Normalisation Mark
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને માર્કસ પ્રસિદ્ધ કરવા અંગે સૂચના જાહેર કરવામાં આવી છે.
માનનીય અધ્યક્ષશ્રીની આજ્ઞાનુસાર આ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારો તેઓએ મેળવેલ ગુણના નોર્મલાઇઝડ માર્કસ લિંકના માધ્યમથી જોઇ શકે તે માટે તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ૧૨-૦૦ કલાકે મંડળની વેબસાઇટ પર લિંક પ્રસિદ્ધ કરવામાં આવશે. આ લિંક દ્વારા ઉમેદવાર પોતે મેળવેલ નોર્મલાઇઝડ ગુણ જોઇ શકશે.
આ પણ વાચો: 10 પાસ અને 12 પાસ ઉપર નોકરી મેળવવાની સુવર્ણ તક, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભરતી જાહેર
નોર્મલાઇઝડ ગુણ કેવી રીતે ચકાસવા?
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://gsssb.gujarat.gov.in/ પર ક્લિક કરો.
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- તમારા માર્કસ મેળવવા માટે જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 પર ક્લિક કરો.
મહત્વપુર્ણ લિંક – Forest Guard Normalisation Mark
નોર્મલાઇઝડ માર્ક ચેક કરવા માટે | અહી ક્લિક કરો |
ફોરેસ્ટ ગાર્ડ ભરતીને લગતી વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |