Dr. Ambedkar Awas Yojana: ઘર બનાવવા માટે સરકાર 1,20,000/- ની સહાય આપશે, જાણો કેવી રીતે અરજી કરશો?

Dr. Ambedkar Awas Yojana: નમશ્કાર મિત્રો, સરકારની એવી યોજના કે જેમા ઘર બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામા આવે છે જે યોજના વીશે માહિતી મેળવીશુ. ડૉ. આંબેડકર આવાસ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરેલી એક લોક કલ્યાણકારી યોજના છે, જેનો હેતુ છે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) અને અનુસૂચિત જાતિ (SC) તેમજ અનુસૂચિત જનજાતિ (ST) ના લોકો માટે ઘરનું નિર્માણ કરવામાં મદદરૂપ થવું. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે.

ઘર બનાવવા માટે સરકાર 1,20,000/- ની સહાય આપશે – Dr. Ambedkar Awas Yojana

Dr. Ambedkar Awas Yojana: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતીના લોકોને માટે આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવા માટે ₹1,20,000 ની સહાય આપવામાં આવે છે. ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે. તો ચાલો આપડે આ લેખમાં જાણીશું કે શું છે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે?, આ આવાસ યોજના અંગેના નિયમો અને શું છે એની શરતો ? કોણ કરી આ મકાન સહાય માટે અરજી, અરજી કરવા માટે કયા ક્યા ડોક્યુમેન્ટ જોઇશે, કેવીરીતે કરશો ઓનલાઇન અરજી, અરજી કરવા માટેની વેબસાઇટ વગેરે વિશે જાણીશું,

આ યોજનાનો મુખ્ય હેતુ શું છે?

 • Dr. Ambedkar Awas Yojana નો મુખ્ય હેતુ છે આર્થિક રીતે નબળા વર્ગો (EWS), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના લોકો માટે સુવિધાસભર અને સસ્તું મકાન ઉપલબ્ધ કરાવવું. આ યોજનાનો ઉદ્દેશ્ય છે.
 • ગરીબી રેખા નીચેના (BPL) પરિવારોને મકાન બાંધકામ માટે નાણાકીય સહાય પૂરી પાડીને તેમને મકાનના માલિકી હક્કમાં સશક્ત બનાવવું.
 • અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો છે. તેમજ ઘર વિહોણા અને ખુલ્લો પ્લોટ ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

કોને કોને આ યોજનાનો લાભ મળશે?

 • BPL કાર્ડ ધરાવતા લોકો: ગરીબી રેખા નીચેના પરિવારો આ યોજનામાં અરજી કરી શકે છે.
 • કુટુંબની આવકની મર્યાદા:
  • સરકાર દ્વારા નક્કી કરેલી આવક મર્યાદા હેઠળ આવનારા પરિવારો.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ।.૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએે.
  • શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ।.૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
 • જમીનના માલિક: અરજીકર્તા પાસે પોતાની જમીન હોવી જોઈએ જ્યાં મકાન બાંધવામાં આવે.
 • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.

કયા કયા પુરાવાની જરુર પડશે?

 • આધાર કાર્ડ (Aadhaar Card)
 • BPL કાર્ડ (Below Poverty Line Card): ગરીબી રેખા નીચેના પરિવારોની ઓળખ માટે.
  રેશન કાર્ડ (Ration Card):
 • જમીનના દસ્તાવેજો: જમીનના માલિકીના પુરાવા જેમ કે 7/12 ઉતારા, જમીનપટ્ટા, અથવા જમીનની રજીસ્ટ્રી.
 • અવકાશની મંજૂરી (Building Permission): મકાન બાંધકામ માટેની નગરપાલિકા અથવા પંચાયતની મંજૂરી.
 • કુટુંબની આવકનો પુરાવો: ગામના તલાટીની આવકનું પ્રમાણપત્ર અથવા સરકારી અધિકારી દ્વારા મંજુર થયેલ આવકનું પ્રમાણપત્ર.
 • જાતિનુ પ્રમાણપત્ર: અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે જાતિનું પ્રમાણપત્ર.
 • બેન્ક એકાઉન્ટની વિગત: સહાયની રકમ માટે બેન્ક ખાતાની માહિતી અને પાસબુકની નકલ.
  પાસપોર્ટ ફોટોગ્રાફ: અરજદાર અને કુટુંબના સભ્યોના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ.
 • સ્વ ઘોષણા પત્ર
 • મકાન બાંધકામ ચિઠ્ઠી
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ડ્રાઇવિંગ લાઇસન્સ/ભાડાકરાર,ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ) પૈકી કોઈપણ એક.

આ પણ વાચો: ખેડૂતો માટે ખુશ ખબર, સરકારે જાહેર કરી તારીખ – આ દિવસે 17મો હપ્તો ખાતામાં આવશે

અરજી કેવી રીતે કરશો?

 • Dr. Ambedkar Awas Yojana માં ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
 • જો તમે પહેલાથી રજીસ્ટર નથી, તો “New User? Please Register Here” પર ક્લિક કરો.
 • જરૂરી વિગતો ભરો જેમ કે નામ, સરનામું, મોબાઇલ નંબર, અને ઈમેઇલ આઈડી.
 • યુઝર નેમ અને પાસવર્ડ બનાવો.
 • OTP દ્વારા મોબાઇલ નંબર અને ઇમેઇલ વેરિફાય કરો.
 • રજીસ્ટ્રેશન પૂરું થયા પછી, તમારા યુઝર નેમ અને પાસવર્ડથી પોર્ટલ પર લોગિન કરો.
 • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર પછી જરુરી વિગતો ભરવાની રહેશે.
 • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 • બધી માહિતી અને દસ્તાવેજો ચકાસ્યા પછી “Submit” બટન પર ક્લિક કરો.
 • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
 • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

હેલ્પલાઇન નંબર

 • Dr. Ambedkar Awas Yojana ટોલ ફ્રી નંબર: 1800-233-5500
 • અન્ય સંપર્ક નંબર: 079-23210027
 • Dr. Ambedkar Awas Yojana E mail: sje.guj@nic.in

સંપર્ક સમય: સામાન્ય રીતે કાર્ય સમય દરમિયાન સંપર્ક કરો (સોમવારથી શુક્રવાર, સવારે 10:30 થી સાંજે 6:10 સુધી).
કસ્ટમર કેર: તમારા પ્રશ્નો અથવા મુશ્કેલીઓ માટે esamajkalyan પોર્ટલની કસ્ટમર કેર સાથે સંપર્ક કરો.

1 thought on “Dr. Ambedkar Awas Yojana: ઘર બનાવવા માટે સરકાર 1,20,000/- ની સહાય આપશે, જાણો કેવી રીતે અરજી કરશો?”

Leave a Comment